Googleએ લીધો મોટો નિર્ણય, રેલવે સ્ટેશનો પર મળતી Free WiFi સેવા પર થશે અસર

રેલવે સ્ટેશનમાં તમે ટ્રેનની રાહ જોતી વખતે ફ્રી વાઈફાઈથી ટાઈમ પાસ કરતા હોવ છો. પરંતુ હવે તમને મળી રહેલી મફત સેવા પ્રભાવિત થઈ શકે છે. તમામ સ્ટેશનો પર મળી રહેલી ફ્રી વાઈફાઈ સેવામાંથી ગૂગલે પીછેહટ કરવાનો નિર્ણય લીધો છે. ગૂગલે કહ્યું કે હવે ભારતીય રેલવેમાં ગૂગલ પોતાની સેવાઓ આપશે નહીં. 

Googleએ લીધો મોટો નિર્ણય, રેલવે સ્ટેશનો પર મળતી Free WiFi સેવા પર થશે અસર

નવી દિલ્હી: રેલવે સ્ટેશનમાં તમે ટ્રેનની રાહ જોતી વખતે ફ્રી વાઈફાઈથી ટાઈમ પાસ કરતા હોવ છો. પરંતુ હવે તમને મળી રહેલી મફત સેવા પ્રભાવિત થઈ શકે છે. તમામ સ્ટેશનો પર મળી રહેલી ફ્રી વાઈફાઈ સેવામાંથી ગૂગલે પીછેહટ કરવાનો નિર્ણય લીધો છે. ગૂગલે કહ્યું કે હવે ભારતીય રેલવેમાં ગૂગલ પોતાની સેવાઓ આપશે નહીં. 

415થી વધુ રેલવે સ્ટેશનો થઈ શકે છે પ્રભાવિત
મીડિયા રિપોર્ટ્સ મુજબ ગૂગલ હવે રેલવે સ્ટેશનોમાં મફત ઈન્ટરનેટ સેવાઓમાંથી પીછેહટ કરવાનો નિર્ણય લઈ ચૂક્યું છે. કંપનીએ કહ્યું કે દેશમાં ચાલી રહેલા સસ્તા ડેટાના કારણે કંપની Free WiFi સેવામાંથી કમાણી કરી શકતી નથી. પહેલા કોઈ યૂઝર દ્વારા લોગઈન કરતી વખતે જાહેરાત દેખાડીને ગૂગલ પોતાનો ખર્ચ કાઢી લેતું હતું. પરંતુ હવે મોબાઈલ સેવા કંપનીઓ ખુબ જ સસ્તા ડેટા પ્લાન ઉપલબ્ધ કરાવે છે. જેના કારણે મોટાભાગના મુસાફરો હવે સ્ટેશનમાં મળતા મફત વાઈફાઈ સેવાનો ઉપયોગ ઓછો કરે છે. ગૂગલના જણાવ્યાં મુજબ ઓછા યૂઝરના હોવાના કારણે જ ગૂગલે હવે આ સેવામાંથી બહાર નીકળી જવાનો નિર્ણય લીધો છે. અત્રે જણાવવાનું કે ગૂગલ દેશના લગભગ 315 A1, A અને C શ્રેણીના રેલવે સ્ટેશનોમાં જ સેવા ઉપલબ્ધ કરાવે છે. 

જુઓ LIVE TV

ભારતીય કંપની આપશે મફત ઈન્ટરનેટ સેવા
ગૂગલના આ નિર્ણય બાદ ભારતીય રેલવે આધિન કામ કરતી સંસ્થા રેલટેલ (Railtel)એ નિવેદન બહાર પાડીને કહ્યું કે મફત ઈન્ટરનેટ સેવા મળતી રહેશે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે રેટેલ દેશના લગભગ 5600થી વધુ સ્ટેશનોમાં મફત વાઈફાઈ ઉપબલ્ધ કરાવે છે. ગૂગલની પીછેહટ બાદ રેલટેલ જ આ સ્ટેશનો પર વાઈફાઈ ઉપલબ્ધ કરાવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news